સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ઈરાની પત્રકારને છ વર્ષની કેદ
Bookmark and Share Feedback Print
 

ઈસ્લામી સરકાર વિરુધ્ધ ખરાબ પ્રચાર કરવા બદલ દોષી સાબિત થવાના વિરોધમાં એક પત્રકારને અપીલ રદ્દ કરવામાં આવી અને તેને છ વર્ષની સજા અને પાંચ વર્ષ સુધી આંતરિક નિર્વાસનમાં રહેવાની સજા સંભળાવવામાં આવી છે.

આંતરિક નિર્વાસનની પાંચ વર્ષની સજા દરમિયાન આ પત્રકારને દૂરના એક નિર્જન શહેરમાં રહેવુ પડશે.

કોર્ટે અહમદ જૈદાબાદી નામના આ પત્રકારની રાજનીતિક ગતિવિધિઓ પર આજીવન પ્રતિબંધ લગાવવાની પણ ખાતરી આપી. જૈદાબાદી એક સમયે વિદ્યાર્થીઓના નેતા હતા.

જૈદાબાદી સહિત 100થી વધુ રાજનીતિક હસ્તિઓ અને કાર્યકર્તાઓએ ઈરાનમાં થયેલ વિવાદિત રાષ્ટ્રપતિ ચૂંટણી પછી એકજૂટ થવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષે આ ચૂંટણીમાં મોહમ્મદ અહમદીનેજાદ પર બીજો કાર્યકાળ આપવા માટે વ્યાપક ઘાંઘલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games