દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમા ગ્રામીણ ક્વાજુલુ નટાલ શહેરમાં આવેલ પોતાના ગામ નકાંડલામાં આજે પોતાની પાંચમી થોબેકિલ સ્ટેસી મંભિજાની સથે ફરીથી લગ્ન કરશે.
દક્ષિણ આફ્રિકી કાયદા હેઠળ જુમા માભિજા સાથે લગ્ન કરી ચૂક્યા છે. આજનો સમારંભ ફક્ત પારંપારિક રહેશે. આ સમારંભ એક અઠવાડિયા સુધી ચાલશે. જુમા(66)પોતાની પાંચમી પત્નીનો પરિચય જુલુના કબીલાના સરદારો અને પોતાના સંબંધીઓ સાથે કરાવશે.
સૂત્રોથી એ સંકેત મળ્યો છે કે જુમાની એક અન્ય પત્ની ગ્લોરિયા બોનગી નગમા, જુમા પરિવાર માટે ગયા અઠવાડિયે એક પારંપારિક ભેટ લઈને આવી હતી. આ જુલુ પરંપરાના મુજબ ભેટ હતી. આનાથી 'લોબોલા'નો સંકેત મળ્યો છે જે એક પ્રકારનુ દહેજ છે. ત્યારબાદ જ આ પરંપરાગત વિવાહનો રસ્તો સાફ થયો છે.
નગમા જોહાંસબર્ગમાં એક મોટી આઈસીટી કંપનીમાં કામ કરે છે અને જુમાથી તેમને એક પુત્ર છે.