સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત
Bookmark and Share Feedback Print
 

ઓસ્ટ્રેલિયા જવાના ઈચ્છુક પોતાના વિદ્યાર્થીઓને ભારત દ્વારા સલાહ સૂચનો આપવાના એક દિવસ પછી ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડે જોર આપતા કહ્યુ કે તેમનો દેશ આંતરરાષ્ટીય વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત છે.

જૂલિયાએ કહ્યુ કે 'હિંસાની ઘટનાઓ' દુનિયા ભરના બધા મોટા શહેરોમાં થાય છે. ઉપપ્રધાનમંત્રીએ કહ્યુ કે યાત્રા પરામર્શ ભારત સરકારનો ુદ્દો છે અને ઓસ્ટ્રેલિયા ત્યાંના વિદ્યાર્થીઓનુ સ્વાગત કરતુ રહેશે. તેમણે જોર આપતા કહ્યુ કે ઓસ્ટ્રેલિયા બધા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત છે.

એબીસી ન્યૂઝે જૂલિયાના હવાલાથી કહ્યુ કે દુનિયાભરના મોટા શહેરોમાં હિંસાની ઘટનાઓ થાય છે, જે મેલબોર્નમાં થયુ , તે મુંબઈમાં, ન્યૂયોર્કમાં, લંડનમાં, બધી જગ્યાએ થાય છે. તેમણે કહ્યુ કે હિંસાની આ ઘટના ખરેખર દુ:ખદ છે અને આનાથી જેનુ પણ નુકશાન થયુ છે, અમારી સહાનુભૂતિ તેમની સાથે છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games