અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની લોકપ્રિયાનો ફાયદો લેવામાં હવે કોર્પોરેટ જગત પણ પાછળ નથી. તેનું એક જીવંત ઉદાહરણ ન્યૂયોર્કમાં લાગેલા એક વિશાલ હોર્ડિગમાં જોવા મળ્યું જ્યાં એક ખ્તાનનામ વસ્ત્ર નિર્માતા કંપનીની જાહેરાતમાં ઓબામાને આકર્ષક કોટ પહેરેલા દેખાડવામાં આવ્યાં છે.
ન્યૂયોર્કના ખ્યાતનામ ટાઈમ્સ સ્ક્વેર પર આ હોર્ડિંગ લાગેલું છે. આ જાહેરાત 'વેદરપ્રૂફ ગારમેંટ કંપની' તરફથી આપવામાં આવી છે. જાહેરાતમાં ઓબામાના જે ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે તેમના ચીન પ્રવાસ સમયનો છે જ્યારે તે ચીનની દીવાલને જોવા ગયાં હતાં. કંપનીએ આ ફોટોગ્રાફને પોતાની વેબસાઈટ પર પણ લગાડ્યો છે.