દક્ષિણ અમેરિકી દેશ ઇક્વોડોરમાં એક સૈનિક વિમાન દુર્ઘટનામાં છ સૈનિકોના મૃત્યુ નિપજ્યાં છે. આ સૈનિક આ વિમાનથી યાત્રા કરી રહ્યાં હતાં.
સમાચાર એજેંસી સિન્હુઆ અનુસાર આ વિમાન દુર્ઘટના બુધવારે રાજધાની ક્વિટોથી 130 કિલોમીટર દક્ષિણમાં સર્જાઈ. દેશમાં ત્રણ માસ દરમિયાન આ ત્રીજી વિમાન દુર્ઘટના છે. છેલ્લી બે દુર્ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.