સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ભારતીય મૂળના શિક્ષક ઓબામાથી સન્માનિત
Bookmark and Share Feedback Print
 

અમેરિકાની સવાનાહ સ્ટેટ યૂનીવર્સિટી (એસએસયૂ) માં ભારતીય મૂળના અમેરિકી પ્રોફેસર કેનીથ એસ. સાજવાનને રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સલાહમાં ઉત્કૃષ્ટતા માટે એક પુરસ્કારથી સમ્માનિત કર્યા છે.

એસએસયૂના પર્યાવરણ વિજ્ઞાન કાર્યક્રમના સંયોજક સાજવાન ગણિત અને વિજ્ઞાનના એ 100 શિક્ષકોમાં શામેલ છે જેઓનું બુધવારે ઓબામાએ સન્માન કર્યું. આ પ્રસંગે ઓબામાએ ગણિત અને વિજ્ઞાનની રાષ્ટ્રીય શિક્ષામાં સુધાર માટે સાર્વજનિક અને નિજી પ્રયત્નો પર 25 કરોડ ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી.

સાજવાનને પર્યાવરણ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રમુખ વિદ્વાન અને શોધકર્તાના રૂપમાં રાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત છે. તેમના કામોને 100 થી વધારે પ્રકાશનોમાં જોઈ શકાય છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games