અમેરિકામાં આર્કટિક વિસ્ફોટના કારણે હવામાન વિશેષજ્ઞોનું કહેવું છે કે, ઠડી હવાથી તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિશેષજ્ઞ જોએ બાસટ્રાડીનું કહેવું છે કે, આર્કટિકમાં વિસ્ફોટથી અમેરિકાના ઉત્તરી મિનેસોટા વિસ્તારમાં તાપમાન શૂન્યથી 40 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી શકે છે.
પશ્વિમી વર્જિનિયામાં દિવસનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી વધુ જઈ રહ્યું નથી. ઠંડી હવાના કારણે અહીં ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યાં છે. ઠંડા વાતાવરણથી ખેડૂતોની મુશ્ક્લીઓ પણ વધી છે. શિકાંગો, મિલવાયૂકી, ઈંડિયાનાપોલિસ અને કોલંબસ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. આ વિસ્તારોમાં 30 સેન્ટીમીટર સુધી બરફની ચાદર વિખેરાયેલી છે.