સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » આઈઆઈટી મદ્રાસની ટીમ ન્યૂયોર્કમાં વિજયી
Bookmark and Share Feedback Print
 

ન્યૂયોર્કમાં આયોજિત વિશ્વ વ્યાપાર યોજના સ્પર્ધામાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી) મદ્રાસની ટીમે વિજય નોંધાવી છે.

ન્યૂયોર્ક શહેરના મેયર માઈકલ આર. બ્લૂમબર્ગે ગુરૂવારે વિજેતા ટીમની જાહેરાત કરી. સ્પર્ધામાં યૂરોપના 10 પ્રમુખ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઈંજીનિયરિંગ સ્કૂલ, એશિયા અને લેટિન અમેરિકી દેશ અને ભારતની ટીમ ફાઈનલમાં પહોંચી હતી.

આઈઆઈટી મદ્રાસની ટીમના સભ્ય આશિષ દત્તાણી, શ્રીરામ કલ્યાણરમણ અને વિનયશંકર કુલકર્ણીએ કંપનીઓ માટે ઉર્જા વિતરણની નવી પ્રણાલી વિકસીત કરી. બ્લૂમબર્ગે ભારતીય ટીમના કામની પ્રશંસા કરી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games