સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » યૂથોપિયાઈ વિમાન દુર્ઘટનાનો મૃતાંક 90
Bookmark and Share Feedback Print
 

યૂથોપિયાઈનું એક વિમાન સોમવારે સવારે લેબનાનમાં ઉડાણ ભર્યા બાદ ત્વરિત દુર્ઘટનાગ્રસ્ત થઈને ભૂમધ્ય સમુદ્રમાં જઈ પડ્યું. પરિવહન મંત્રી ગાજી અરિંદીએ જણાવ્યું કે, વિમાનમાં 90 યાત્રીઓ મુસાફરી કરી રહ્યાં હતાં અને તમામના મૃત્યુ નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે. બચાવ ટુકડીએ વિમાનના કાટમાળમાંથી 14 મૃતદેહોને કાઢ્યાં છે. આ ઘટના નજરે જોનારા લોકોએ વિમાનને આગના ગોળાની જેમ સમુદ્રમાં પડતું જોયું.

અરિદીએ જણાવ્યું કે, યૂથોપિયન એરલાઈન્સની ઉડાણ 409 એ હવાઈ મથકેથી ઉડાણ ભરી અને અમુક સમય બાદ હવાઈ મથક નિયંત્રણ ટાવરથી તેનો સંપર્ક તુટી ગયો. બાદમાં આ વિમાન આશરે 12 કિલોમીટર દક્ષિણમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને સમુદ્રમાં પડી ગયું હતું. તેમણે જણાવ્યું કે, વિમાનમાં લેબનાનના 54, યૂથોપિયાના 22 અને એક ઈરાકનો નાગરિક તેમજ એક ફ્રાંસિસી મહિલા એક સરેબિયાઈ નાગરિક અને ચાલક ટુકડીના સાત સભ્યો હતાં.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games