મ્યાનમારની લોકતંત્ર સમર્થક નેતા અને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત આંગ સાન સૂ કી ને નવેમ્બરમાં નજરકેદથી મુક્તિ મળી શકે છે. ગૃહ મંત્રી મેજર જનરલ માઉંગ ઉ એ 21 જાન્યુઆરીના રોજ સ્થાનીય અધિકારીઓ સાથે મુલાકાતમાં સૂ કી ને મુક્ત કરવાની વાત કહી હતી.
જો કે, તેના આ વક્તવ્યની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી ન હતી. ઉમેદવારોનું અનુમાન છે કે, મ્યાનમારમાં બે દશકાઓ બાદ ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ શકે તેમ છે.એવામાં ચૂંટણીના એક મહીના બાદ સૂ કી ની મુક્તિ મોડેથી લેવામાં આવેલું પગલું ગણવામાં આવશે.