ગ્રેટર હ્યૂસ્ટનમાં હવે એક જિલ્લાનું નામ ગાંધીજીના નામ પર રાખવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષોથી અહીં વસનારા ભારતીયો આ વાતની માગણી કરી રહ્યાં હતાં. ટેક્સાસમાં બહોળી સંખ્યામાં દક્ષિણ એશિયાઈ લોકો રહે છે જેમાંથી મોટાભાગના ભારતીયો છે. મહાત્મા ગાંધીની 141 પુણ્યતિથી પર તેમના નામ પર જિલ્લાનું નામ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
એથનિક કૉંક્લેવ હિલ્ક્રોફ્ટ હવે મહાત્મા ગાંધીના નામથી ઓળખવામાં આવશે. ગ્રેટર હ્યૂસ્ટન ક્ષેત્રમાં રહેનારા 100000 ભારતીય અમેરિકી લોકો આ વાતની માગણી છેલ્લા સાત વર્ષોથી કરી રહ્યાં હતાં. શહેરના મેયર એની પાર્કરની ભલામણ પર હ્યૂસ્ટનમાં કાઉંસલ જનરલ ઑફ ઇંડિયા સંજીવ અરોરાએ આ વાતની જાહેરાત કરી.
હ્યૂસ્ટનનું આ ક્ષેત્ર લિટિલ ઇંડિયાના નામથી ઓળખવામાં આવે છે અને અહીં કેટલાયે ભારતીય રેસ્ટોરન્ટ અને દુકાનો પણ છે. આ જિલ્લાનું નામ બદલવા માટે ક્ષેત્રના 75 ટકા કોમર્શિયલ પ્રોપર્ટી માલિકોથી એક સહયોગ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવવાના હતાં. અહીં રહેનારા ગેર દક્ષિણ એશિયાઈઓના કારણે અગાઉ ભારતીય આ સહયોગ પ્રાપ્ત કરી શક્યાં ન હતાં.
અહી રહેનારા ભારતીય લોકો હિલક્રૉફ્ટ એવેન્યૂનું નામ મહાત્મા ગાંધી એવેન્યૂ કરવા ઈચ્છતાં હતાં. હવે આ નામ બદલવામાં આવ્યાં બાદ અહીં વધુ પર્યટકો આવવાની આશા સેવાઈ રહી છે.