શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂટણીના શરૂઆતી પરિણામોની ગણતરીમાં મહિદા રાજપક્ષે પોતાના મુખ્ય હરીફ સનથ ફોનસેકાની સરસાઈ મેળવીને બેઠા છે અને તેઓ તેમનાથી આગળ ચાલી રહ્યાં છે.
60 ટકા મતો પર સરસાઈ
અત્યાર સુધી ચાલેલી મતગણનામાં આવેલા પરિણામોમાંથી 60 ટકા મત પ્રાપ્ત કરીને રાજપક્ષે પોતાના વિરોધીઓથી સારી એવી લીડ બનાવી ચૂક્યાં છે. પરિણામો આજે બુધવાર સુધીમાં આવી જવાની સંભાવના છે.