સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » નાઈજીરિયામાં અત્યાર સુધીમાં 326 ના મૃત્યુ
Bookmark and Share Feedback Print
 

નાઇજીરિયામાં ગત અઠવાડિયે મુસ્લિમ અને ક્રિશ્ચિયન વચ્ચે ભડકેલી જબરદસ્ત હિંસામાં અત્યાર સુધીમાં કુલ 326 લોકો મૃત્યુ પામ્યાં છે.

મંગળવારે જારી આકંડાઓમાં આ સંખ્યા જણાવામાં આવી. સેન્ટ્રલ પ્લેટયૂ સ્ટેટમાં આ હિંસા ભડકી હતી. પોલીસના એક અધિકારી મોહમ્મદ લેરમાએ જણાવ્યું કે, તાજા હિંસામાં કુલ 326 મૃતદેહો અત્યાર સુધીમાં પ્રાપ્ત કરવામાં આવ્યાં છે પરંતુ મૃતાંક હજુ પણ વધે તેવી સંભાવના છે.

પોલીસે જણાવ્યું કે, હિંસા એટલી જબરદસ્ત હતી કે, મૃતકોની સંખ્યા વધીને 550 થઈ શકે છે. 17 જાન્યુઆરીના દિવસે ફેલાયેલી હિંસા થોડા જ દિવસોમાં નૈરોબી ટાઉન અને ગામ સુધી ફેલાઈ ગઈ છે. એક મુસ્લિમ દ્વારા બનાવામાં આવી રહેલી મસ્જિદને લઈને ક્રિશ્વિયન અને તેમની વચ્ચે લોહિયાળ જંગ ફેલાઈ ગઈ.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games