ભારતીય મૂળના એક ટેક્સી ચાલક પર લીસેસ્ટરના પૂર્વી મિડલૈંડ્સ શહેરમાં બે યાત્રીઓએ હુમલો કર્યો જેનાથી તે ઘાયલ થઈ ગયો. ભરત ઉપાધ્યાય (48) પર શનિવારની રાત્રે એ સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેણે બે યાત્રીઓ એક મહિલા અને પુરૂષને પોતાના નિયત સ્થળે પહોંચાડ્યાં.
છેલ્લા ચાર માસથે ટેક્સી ચલાવી રહેલા ભરતનું કહેવું છે કે, તેણે મહિલા અને પુરૂષને શનિવારની રાત્રે બ્રાઉન્સ્ટોન ફ્રિથ પર ઉતાર્યાં. તેમણે જણાવ્યું કે, પુરૂષે મને ગાડી રોકવા માટે કહ્યું. મેં તેની પાસે ભાડુ માંગ્યું. ત્યારે તેણે એક દોરડા વડે મારું ગળુ ઘોંટવાનો પ્રયત્ન કર્યો. મારો શ્વાસ રોકાવવા લાગ્યો. એ સમયે મહિલાએ એક ચાકૂ કાઢ્યું અને મને મારવાનો પ્રયત્ન કર્યો. હું ખુબ જ ડરી ગયો હતો.
ભરતે કહ્યું મને લાગ્યું કે, હું બસ મરવાની અણીએ જ છું. ખુબ જ ભયાનક ક્ષણ હતી. મને આ કામની જરૂરિયાત એટલા માટે છે કારણ કે, મારી આજીવિકા તેનાથી ચાલી રહી છે. હવે તો મને રાત્રે નિકળવામાં પણ ડર લાગે છે.