વિશ્વમાં મહિલા સશક્તિકરણના આ યુગમાં લગભગ દરેક દેશમાં મહિલા પ્રભુત્વ વધતું જઈ રહ્યું છે. રવિવારે લાતિન અમેરિકી દેશ કોસ્ટારિકામાં સંપન્ન થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીની ઉમેદવાર લૉરા ચિંચિલા કોસ્ટારિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી છે.
તેમની પાર્ટીને કુલ 47 ટકા મત મળ્યાં, જે તેમની વિરોધી પાર્ટીઓને મળેલા વોટોથી લગભગ બે ગણા છે. આ સાથે જ સુશ્રી ચિંચિલા લાતિન અમેરિકાની જાણીતી અને માનીતી મહિલાઓની યાદીમાં શામેલ થઈ ગઈ છે.