સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » શ્રીલંકાના ભૂતપૂર્વ સેનાધ્યક્ષની ધરપકડ
Bookmark and Share Feedback Print
 

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજિત ભૂતપૂર્વ સેનાધ્યક્ષ સરથ ફોંસેકાને સોમવારે રાત્રે સૈન્ય પોલીસે અટકાયતમાં લઈ લીધા છે.

એક સરકારી યાદીએમાં કહેવામાં આવ્યું છે કે, ફોંસેકા પર સૈન્ય અપરાધોના કેસ દાખલ કરવામાં આવ્યાં છે. ફોંસેકાએ ચૂંટણીમાં પરાજય બાદ પોતાના જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું.

ફોંસેકાના એક નજીકના સહયોગીએ જણાવ્યું કે, ફોંસેકાની સાથે તેના મીડિયા સચિવ સેનાકા ડી સિલ્વાને પણ અટકાયતમાં લઈ લેવામાં આવ્યાં છ્હે. બન્નેની તેમના કાર્યાલયમાંથી ધરપકડ કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે, ફોંસેકા પર રાજપક્ષેનો તખતો પલટાવવા અને તેમની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં કેસ ચાલશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games