મુંબઈ હુમલા મુદ્દે લાહોર હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચૂકાદામાં કહ્યું છે કે, અજમલ આમિર કસાબની જુબાનીનો આરોપીઓ વિરુદ્ધ ઉપયોગ ન કરી શકાય. હાઈકોર્ટના આ આદેશમાં મુંબઈ હુમલાના સાત આરોપીઓની સુનાવણી પ્રભાવિત થઈ શકે છે.
હાઈકોર્ટની રાવલપિંડી પીઠે લશ્કર-એ-તૈયબા કમાંડર જકીઉર રહમાન લખવી અને અન્ય આરોપીઓની અરજી પર આ આદેશ આપ્યો. આ તમામ વિરુદ્ધ મુંબઈ હુમલા મુદ્દે આતંકવાદ વિરોધી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
જો કે, હાઈકોર્ટે લખવી અને અન્યને મુક્ત કરવાની માગણીને એમ કહેતા ફગોવી દીધી કે, આતંકવાદ વિરોધી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન તેમને છોડી ન શકાય.