સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » હા, હું છુ મુંબઈનો ગુનેગાર - હેડલી
Bookmark and Share Feedback Print
 

પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીએ ગુરૂવારે અહી અમેરિકી કોર્ટમાં પોતાના ઉપર લાગેલ આતંકવાદ સાથે સંકળાયેલ બધા આરોપોમાં પોતાનો ગુનાહ કબૂલ કરી લીધા. જેના પર લશ્કર-એ-તૈયબાના નિર્દેશ પર મુંબઈ હુમલાનુ ષડયંત્ર કબૂલ કરી લીધુ. જેના પર લશ્કર-એ-તૈયબાના નિર્દેશ પર મુંબઈ હુમલાનુ ષડયંત્ર રચવા અને ડેનમાર્કના એક છાપાને નિશાન બનાવવાના ષડયંત્રનો આરોપ છે.

હેડલી પર ભારતમાં સાર્વજનિક સ્થાનો પર હુમલા કરવા, ભારતમાં સંહાર કરવા, વિદેશી આતંકવાદીઓ અને લશ્કર-એ-તૈયબાના ષડયંત્રમાં મદદ કરવા સહિત ષડયંત્ર રચવા સંબંધી છ આરોપ હતા. આ ઉપરાંત ભારતમાં અમેરિકી નાગરિકોના સંહાર કરવા માટે મદદ કરવા અને આ કૃત્ય માટે પ્રેરિત કરવાના અન્ય છ અરોપ પણ છે.

ભારતને પણ નહી સોંપાય અને મોતની સજા પણ નહી - જો આ આરોપો સાબિત થશે તો તેના મોતની સજા થઈ શકતી હતી, પરંતુ સંઘીય અભિયોજકોની સાથે થયેલ તેના 'પ્લી એગ્રીમેંટ'માં એને મોતની સજા આપવા અને તેને ભારત, પાકિસ્તાન અને ડેનમાર્કમાં સ્થાળાંતર કરવાની શક્યતા પુરી થઈ ગઈ છે, પણ શરત એ કે તે સરકાર સાથે આતંકવાદ સાથે જોડાયેલ બાબતોની તપાસમાં સહયોગ કરે. આવામાં તેને પૈરોલ વગર ઉમરકેદ થવાની શક્યતા છે.

બધા 12 આરોપોની કબૂલાત - પાકિસ્તાની રાજનાયક અને ફિલાડેલ્ફિયાની સોશલાઈટના પુત્ર હેડલી એ તેના પર લાગેલા સમગ્ર 12 આઓપોમાં પોતાનો દોષ સ્વીકાર્યો છે. નારંગી જંપસૂટ પહેરેલ અને હથકડી લગાવેલ હેડલીને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તે કોર્ટમાં રજૂ થયો.

હેડલીએ સ્વીકાર્યુ કે તેણે લશ્કર-એ-તૈયબા સહિત પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો માટે ભારત અને ડેનમાર્કમાં સહ્રણ લેવાની પોતાની ગતિવિધિઓને છિપાવવાના હેતુથી એક મિત્રની ટ્રાંસપોર્ટ કંપનીના ઉપયોગના આડમાં કર્યુ.

તેણે સ્વીકાર કર્યો કે તે મુંબઈમાં નવેમ્બર 2008માં આતંકવાદી હુમલો અને પછી ડેનમાર્કના એક છાપા પર હુમલો કરવાના ષડયંત્રનો એક ભાગ હતુ.

લશ્કરના ટ્રેનિંગ કેપમાં ભાગ લેતો હતો. - હેડલીએ એ પણ સ્વીકાર કર્યો કે તેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના પ્રશિક્ષિત શિબ્રિરોમાં 2002થી 2005 દરમિયાન જુદા-જુદા પ્રસંગે પાંચ વાર ભાગ લીધો. વર્ષ 2005ના અંતમા હેડલીને લશ્કરના ત્રણ સભ્યો સાથે વાતચીત કરવાના હેતુથી ભારત યાત્રા કરવાનો આદેશ મળ્યો. તેણે પાંચવાર આ યાત્રા કરી. ત્રણ વર્ષ પછી મુંબઈ હુમલો થયો, જેમા માર્યા ગયેલ લોકોમાં છ અમેરિકીઓનો સમાવેશ થાય છે.

શુ છે પ્લી એગ્રીમેંટ - 35 પેજના 'પ્લી એગ્રીમેંટ'માં આતંકવાદી ષડયંત્રમાં હેડલીની સંડોવણીની વિસ્તૃત માહિતી છે. આજે જ્યારે તેણે આરોપ સ્વીકાર્યો ત્યારે આ પ્લી એગ્રીમેંટ રજૂ કરવામાં આવ્યુ. આ કરાર કહે છે એક આ 'પ્લી એગ્રીમેંટ' દ્વારા બચાવ પક્ષ બધા આરોપોમાં પોતાનો દોષ સ્વેચ્છાએ સ્વીકારવા તૈયાર થાય છે.

આ પહેલા હેડલીનો અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટની આસપાસ સુરક્ષા બળોની સાથે જ ખોજી કૂતરા પણ ગોઠવવામાં આવ્યા. ખીચોખીચ ભરાયેલ કોર્ટમાં પ્રવેશ માટે ઘાતુની ભાળ કાઢવામાં નિપુણ ઉપકરણોવાળા દરવાજા લગાવવામાં આવ્યા.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games