સિંગાપુર પોલીસે ફિલીપીંસના એક પર્યટકની હત્યાના સંબંધમાં ગુરૂવારે એક 34 વર્ષીય ભારતીયની ધરપકડ કરી છે.
ફિલીપીંસની પર્યટક રોસેલીન રેયેસ પાસ્કુઆ(30)પોતાના મિત્ર અને સંબંધીઓને મળવા ત્રણ અઠવાડિયા પહેલા સિંગાપુર આવી હતી. તે પોતાના ભાડાના મકાનમાં સોમવારે મૃત હાલતમાં મળી હતી.
પોલીસના નિવેદનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે હત્યાના શંકાની હજુ ઓળખ નથી થઈ શકી, પરંતુ જો તેના પર હત્યાનો આરોપ સાબિત થશે તો તેને મોતની સજા થઈ શકે છે.