સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » રાષ્ટ્રપતિની શક્તિઓ ગર્દન પર તલવાર : ગિલાની
Bookmark and Share Feedback Print
 

પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ રાષ્ટ્રપતિની શક્તિઓના તુરંત હસ્તાંતરણ માટે દબાણ બનાવતા કહ્યું છે કે, સંસદને ભંગ કરવાની રાષ્ટ્રપતિની શક્તિઓ વડાપ્રધાનની ગર્દન પર લટકતી તલવાર છે અને તેને હટાવવામાં આવવી જોઈએ.

ગિલાનીએ ફાઈનાંશિયલ ટાઈમ્સથી કહ્યું 'સેન્ય શાસને પાકિસ્તાનના બધારણને અસ્ત વસ્ત કરી દીધું છે જેણે દેશને રાષ્ટ્રપતિ શાસનને અધીન કરી દીધું. સંસદને ભંગ કરવાની રાષ્ટ્રપતિની શક્તિ પ્રધાનમંત્રીની ગર્દન પર લટકતી તલવાર છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિને દેશના પ્રતીકાત્મક પ્રમુખ બનાવવાના પ્રસ્તાવને આવનારા દિવસોમાં સંસદમાં રાખવામાં આવવાની આશા છે.

ગિલાનીએ કહ્યું કે, તેમની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) ઈચ્છે છે કે, તેને તાનાશાહો દ્વારા કરવામાં આવેલા સંવિધાન સંશોધનને ખત્મ કરીને સંસદીય લોકતંત્રને બહાલ કરવા માટે યાદ કરવામાં આવે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games