નેપાળમાં મંગળવારે સવારે એક વિમાન દુર્ઘટના થઈ છે. વિમાન દુર્ઘટનામાં બધા 14 લોકો માર્યા જવાના સમાચાર છે. ખરાબ હવામાનને કારણે વિમાન ઉડાન લેવાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયુ.
વિમાન દુર્ઘટના કાઠમાંડુથી 80 કિલોમીટર દૂર શિખરપુર ગામની પાસે પહાડી વિસ્તારમાં થઈ. આ વિમાનમાં 11 યાત્રી અને ત્રણ કૂ સદસ્ય સવાર હતા. આશંકા બતાવવામાં આવી રહી છે કે દુર્ઘટનામાં બધા લોકો માર્યા ગયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં છ વિદેશી પર્યટક હતા.
અગ્નિ એયરલાઈંસનુ આ વિમાન ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. વિમાન કાઠમાંડુથી લિકલા જઈ રહ્યુ હતુ. લુકલા એવરેસ્ટ ક્ષેત્રમાં લોકોની પસંદગીનુ પર્વતીય પર્યટક સ્થળ છે.