પશ્ચિમોત્તર ચીનમાં હેલોગજિયાંગ શહેરના એક હવાઈ મથક પર મંગળવારે રાત્રે 96 લોકોની સાથે ઉતરી રહેલ એક વિમાન ધુમ્મસને કારણે હવાઈપટ્ટીથી આગળ નીકળી ગયુ, જેના કારણે તેમા આગ લાગી જવાથી 43 લોકોના મોત થઈ ગયા અને અન્ય 53 ઘાયલ થઈ ગયા.
ક્ષેત્રીય સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે હેનાન એયરલાઈંસનુ આ વિમાન એ સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ, જ્યારે આ યિચુનમાં લિંડુ હવાઈ મથક પર ઉતરવાનુ હતુ. તેમને જણાવ્યુ કે દુર્ઘટના સમયે હવાઈમથક પર ધુમ્મસ હતુ.
ચીનની સરકારી સમાચાર એજંસી શિન્હુઆના મુજબ વિમાનના કાટમાળમાંથી 43 લોકોની લાશ જપ્ત કરવામાં આવી છે.
યિચુન શહેરના પ્રચાર વિભાગના મુખ્ય જિંગવેઈએ જણાવ્યુ કે આ દુર્ઘટનામાં ઘાયલ અન્ય 53 યાત્રાળુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
એજંસીએ ચીની નાગરિક ઉડાન પ્રશાસનના અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે વિમાનમાં પાંચ બાળકો અને ચાલક દળના પાંચ સભ્યો સહિત 96 લોકો સવાર હતા.
જો કે શરૂઆતી સમાચારમાં જણાવ્યુ હતુ કે હેનાન એયરલાઈંસના આ ઈ 90 વિમાનમાં 91 યાત્રાળુઓ હાજર હતા.