પાકિસ્તાનના એક મંત્રી ઈચ્છે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ન્યૂયોર્કમાં ગ્રાઉંડ જીરો પર ઈદની નમાજ પઢે અને મુસલમાનોના નેતા બને.
ઉદ્યોગ રાજ્ય મંત્રી અયાતુલ્લા દુર્રાનીએ કહ્યુ કે આગામી 11 સપ્ટેમબરના રોજ ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવાની આશા છે. તેમણે કહ્યુ કે ઓબામા માટે ઈદની નમાજ પઢવાની અને ખુદને બધા મુસલમાનોના નેતા જાહેર કરવાની આ એક સોનેરી તક છે.
તેમણે કહ્યુ કે આ રીતે મુસલમાન જગતની બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. દુર્રાની સત્તારૂઢ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી સાથે જોડાયેલ છે અને પાકિસ્તાન વૈચારિક પરિષદના પૂર્વ સભ્ય છે.
તેમણે તર્ક આપ્યો કે મુસ્લિમ જગતને એક નેતાની સખત જરૂરીયાત છે અને આ સ્થાન લીધા પછી ઓબામાને મુલ્લા બરાક હુસૈન ઓબામા કે પછી અલ્લામા ઓબામાનુ શાનદાર બિરુદ મળશે.
મંત્રીએ કહ્યુ કે આ સમય ઝડપથી કામ કરવાનો છે. બરાક હુસૈન ઓબામાએ હવે સક્રિય થઈ જવુ જોઈએ. આ એક સોનેરી તક છે, જેની મુસલમાનોને સખત જરૂર છે.
ગ્રાઉંડ જીરો એ સ્થાન છે જ્યા એક સમયે વર્લ્ડ ટ્રેંડ સેંટરના બે ટાવર હતા. 11 સપ્ટેમબરના હુમલામાં આતંકવાદીઓએ આ ટાવર ધ્વસ્ત કરી દીધુ હતુ.