બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયરે પોતાની બેસ્ટ સેલિંગ પુસ્તક 'માય જર્ની'માં મનમોહન સિંહને ભારતના શ્રેષ્ઠ પ્રધાનમંત્રી બતાવ્યા છે.
વર્ષ 1997થી 2007 સુધી પોતાના કાર્યકાલ દરમિયાન બ્રિટના પ્રધાનમંત્રીના રૂપમાં બ્લેયરે સિંહ સાથે ઘણીવાર વાતચીત કરી.
બ્લેયરે લખ્યુ છે કે સિંહે તેમને સલાહ આપી હતી કે બ્રિટન, યૂરોપ અલગ નથી રહી શકતુ. બ્લેયરને પહેલા સિંગાપુરના નેતા લી. કુઆન યૂએ કહ્યુ હતુ કે યૂરોપથી બહાર રહેવુ બ્રિટનને માટે વ્યવ્હારિક નથી.
બ્લેયરે લખ્યુ છે કે પાછળથી આ જ વાત ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ કરી. મનમોહન એકમાત્ર એવા ભારતીય નેતા છે, જેમનો ઉલ્લેખ બ્લેયરે પોતાના પુસ્તકમાં કર્યો છે.