અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કુરાન સળગાવવાની યોજનાની નિંદા કરી છે.
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યુ કે તે ફ્લોરિડાના એક પાદરી દ્વારા પવિત્ર કુરાનને સળગાવવાના પ્રસ્તાવિત 'અસભ્ય અને શરમજનક' કૃત્યની આલોચના કરનારાઓની સાથે છે.
તેમણે વિદેશ વિભાગના મુખ્યાલયમાં આયોજીત ઈફ્તારની દાવતમાં પોતાની ટિપ્પણીઓમાં કહ્યુ હાલ અમે ભોજન કરવા એકસાથે બેસ્યા ત્યારે આ સમાચાર આવ્યા કે ગેનેસવિલે, ફ્લોરિડાના એક પાદરી 11 સપ્ટેમ્બરના રોજ પવિત્ર કુરાન સળગાવવાની યોજના બનાવી રહ્યા છે.
હિલેરીએ કહ્યુ કે હું ઈસાઈયોથી માંડીને યહુદીઓ સુધી અમેરિકાના બધા ધાર્મિક નેતાઓ અને ઘર્મ નિરપેક્ષ અમેરિકી નેતાઓ દ્વારા કરવામાં આવેલ આ અસભ્ય અને શરમજનક કૃત્યની નીંદાનુ સમર્થન કરુ છુ.
તેમણે કહ્યુ આ પહેલા વ્હાઈટ હાઉસના અફગાનિસ્તાનમાં પોતાના ટોચ કમાંડર ડેવિડ પેટ્રાયસની આ વાત સાથે સહમતિ બતાવી કે ફ્લોરિડાના એક પાદરીએ તથાકથિત 'કુરાન જલાવો દિવસ'થી વિદેશોમાં ખાસ કરીને યુદ્ધગ્રસ્ત દેશમાં અમેરિકી બળોને સંકટ ઉભુ થશે.
કાબુલમાં એક નિવેદનમાં જનરલ પેટ્રાયસે કહ્યુ કે તેઓ કુરાન સળગાવવાના પાદરીના પ્રસ્તાવથી ક્ષુબ્ધ છે. તેમણે કહ્યુ કે આનાથી બળોને સંકટ પહોંચી શકે છે અને સમગ્ર પ્રયત્નોથી ઝટકો લાગી શકે છે.