સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » બંદૂકધારી ઓબામાને મારવા માંગતો હતો
Bookmark and Share Feedback Print
 

N.D
જોર્જિયાના સૈન્ય હોસ્પિટલમાં બંદૂકની અણી પર કેટલાક લોકોને બંદી બનાવી માનસિક ઈલાજની માંગ કરી રહેલ એક પૂર્વ સૈનિકે તપાસકર્તાઓને જણાવ્યુ છે કે તેની યોજના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂવ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને મારવાની હતી.

સંઘીય અભિયોજન પક્ષ દ્વારા અમેરિકાને જિલ્લા કોર્ટ સવાનામાં દાયર અરજીમાં અભિયુક્તની ઓળખ 29 વર્ષીય રોબર્ટ એંથની ક્વિનોસના રૂપમાં કરવામાં આવી છે.

સેનાએ જણાવ્યુ કે સવાનાથી 40 મીલ દક્ષિણ પશ્ચિમમાં કોર્ટ સ્ટીવર્ટની વિન આર્મી કમ્યુનિટી હોસ્પિટલમાં સોમવારે સવારે તેણે ત્રણ હોસ્પિટલ કર્મચારીઓને બે કલાક સુધી બંધક બનાવી લીધા હતા સેનાના અધિકારીઓએ જણાવ્યુ કે બંદૂકધારીએ આત્મસમર્પણ કરી દીધુ અને કોઈપણ ઘાયલ ન થયુ.

સંઘીય અભિયોજન પક્ષે ક્વિનોંસ પર અપહરણ કરવાનો અને ઘાતક હથિયારોની સાથે હોસ્પિટલમાં બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેના પર ઓબામા અને ક્લિંટનને મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games