આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » સૌથી મોંઘા નિલમની આવતીકાલે હરાજી

વિશ્વનાં સૌથી મોંઘા નિલમ કે જેની કિંમત લગભગ 1.15 મિલિયન ડોલર થવા જાય છે તેની હરાજી થશે. 57500 કેરેટનો આ નિલમની સાઇઝ તડબૂચ જેટલી છે. આ પત્થરનાં લીલા તડબૂચ એટલે કે નિલમની હરાજી આવતીકાલે બ્રિટીશ કોલંબિયાનાં વેસ્ટર્ન સ્ટાર ઓક્શનમાં થવાની છે.

આ નિલમ કે જેને ટીયોડોરા તરીકે ઓળખાય છે તે બ્રાઝીલમાંથી મળી આવ્યો હતો અને તેને ભારતમાં કટ કરાયો હતો. જોકે કેટલાક રત્ન નિષ્ણાંતોએ આ નિલમ ઓરીજિનલ છે કે કેમ તેના પર સવાલ ઉઠાવ્યો હતો. છતાં તેને ઓક્શનમાં મુકનારા લોકોને વિશ્વાસ છે કે આ નિલમની ઉંચી કિંમત મળશે. જો આ નિલમ નહીં વેચાયો તો તેને અમેરિકાની જીમોલોજીસ્ટ ઇન્સ્ટિટ્યુટમાં મોકલી અપાશે.




સૌજન્ય - જીએનએસ
WebduniaWebdunia
Photogallery | Games