આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » યૂરોપીય દેશને તેલ વેચવાની જરૂર નહી - અહમદીનેજાદ

ઇરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે જણાવ્યું છે કે તેમના દેશને યૂરોપીય દેશોને તેલ વેંચવાની જરૂર નથી. તે યૂરોપીયન સંઘ દ્વારા ઇરાનના તેલ નિર્યાત પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યાં હતા.

યૂરોપીયન સંઘે ઇરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે સેન્ટ્રલ બેન્ક તથા તેલ નિર્યાત પર સોમવારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ એક જુલાઇથી લાગુ પડવાના હતા. દેશના દક્ષિણ-પૂર્વ સ્થિત કરમાન શહેરમાં ગુરુવારે ઉપસ્થિત લોકોને અહમદીનેજાદે જણાવ્યું હતું કે પ્રતિબંધોથી ઇરાનના વિકાસ કોઇ પણ રીતે પ્રભાવિત થશે નહી. અમારે યૂરોપના દેશોને તેલ વેચવાની જરૂર નથી.

સાંસદ નાસિર સૌદાનીએ બુધવારે જણાવ્યું હતું કે સંસદ યૂરોપીયન સંઘના સદસ્ય દેશોના તેલ નિર્યાતમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં અનુસાર સેન્ટ્રલ બેન્કની વિરુદ્ધ પ્રતિબંધ લગાવવો વ્યર્થ કામ છે.

અહમદીનેજાદે જણાવ્યું હતું કે ઇરાનનો કુલ વ્યાપારનો 90 ટકા વ્યાપાર યૂરોપીયન દેશો સાથે થતો હતો, જોકે હવે તે ઘટીને 10 ટકા થઇ ગયો છે. વર્તમાન સમયમાં યૂરોપીયન સંઘના દેશો ઇરાનના કુલ કાચા તેલમાંથી 20 ટકા હિસ્સો આયાત કરે છે. ગ્રીસ તથા ઇટાલી જેવા દેશો તે સમગ્ર રીતે ઇરાનના તેલ પર નિર્ભર રહે છે.
WebduniaWebdunia
Photogallery | Games