આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ધરપકડના ડરથી પરવેઝ મુશર્રફે વતન આવવાનું ટાળ્યુ

P.R
પાકિસ્તાનના પૂર્વે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે વતન પરત આવવાનું ટાળી દીધું છે. મુશર્રફના પરત આવવા પર તેમની ધરપકડ અંગે દેશના શીર્ષ નેતૃત્વ દ્વારા વારંવાર અપાઇ રહેલી ધમકીઓ બાદ પક્ષના પ્રમુખે આ એલાન કર્યું છે. પાર્ટીના મહાસચિવ મોહમ્મદ અલી સેફે જણાવ્યું કે, તેમણે છેવટે ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ પાર્ટીની કાર્યકારી સમિતિની સ્વદેશ પરત ન આવવાની ભલામણને સ્વીકારીને આ નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણય પર પાર્ટીની કોર કમિટીન દ્વારા વિચારણા કરવામાં આવશે. મિત્રો અને સમર્થકોએ મુશર્રફને વતન પરત ન આવવા વિનંતી કરી હતી. પાકિસ્તાન સરકાર વારંવાર કહી ચૂકી છેકે જો મુશર્રફ લંડન અને દુબઇમાં પોતાના ત્રણ વર્ષથી વધુના આત્મ નિર્વાસનથી પરત આવી જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.

તો બીજી તરફ દાવોસમાં પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીએ કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રૂપતિ પરવેઝ મુશર્રફ જો પાકિસ્તાન પરત આવશે તો તેમને નિશંક ધરપકડ કરી લેવાશે. હકીકતમાં તેમની સામે હત્યાના આરોપ છે અને કેટલાક આરોપ ખૂબ જ ગંભીર છે. સુપ્રીમ કોર્ટ પહેલાં જ તેમની સામે ચુકાદો આપી ચૂકી છે. તેમણે એ પણ કહ્યું કે, તેઓ જ્યારે પરત આવશે ત્યારે ચોક્કસ તેમણે આરોપોનો સામનો કરવો પડશે અને તેમને ધરપકડ કરી લેવાશે.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia
Photogallery | Games