શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

એક શહીદનો પત્ર...

સંદીપ સિંહ સિસોદિયા

કારગિલ યુદ્ધમાં સેનાની સર્વોચ્ચ પરંપરાનું પાલન કરીને શહીદ થયેલા 2રાજપૂતાના રાઇફલ્સનાં કેપ્ટન વિજયંત થાપરે શહીદી પહેલા પોતાના પરિવારને એક પત્ર લખ્યો હતો. આ પત્રને વાંચ્યા બાદ કોઇ પણ સમજી વિચારી શકે છે કે યુદ્ધનાં મેદાનમાં ભારતીય સૈનિકોનાં ઇરાદા કેટલા બુલંદ હોય છે. આ પત્ર એક ઐતિહાસિક દસ્‍તાવેજ રૂપી છે, જે આવનારી તમામ પેઢીઓ માટે દેશભક્તિ અને કર્તવ્ય-પાલનનું પ્રેરણા સ્‍ત્રોત રહેશે.

કેપ્ટન વિજયંત થાપર ટોલોલિંગ પહાડી પર પાક ઘુસણખોરોની સાથે થયેલા ભીષણ યુદ્ધમાં શહીદ થયાં હતાં, તેમના માથા પર લાગેલી ગોળીએ જાણે આ યુવકનાં કપાળ પર વિજય તિલક, તેની વિરતા અને બલિદાનને રાષ્‍ટ્રએ વીર ચક્રથી સન્માનિત કર્યું.


વ્હાલા મમ્મી-પપ્પા, બર્ડી અને ગ્રૈની,

જ્યારે આ પત્ર આપને મળશે, હું ઉપર આકાશમાંથી તમોને નિહાળતો હોઇશ, અને અપ્સરાઓંની સેવા-સત્કારનો આનંદ ઉઠાવતો હોઇશ

મને કોઇ પસ્‍તાવો નથી કે જીવન હવે પૂરૂ થાય છે, પરંતુ જો ફરીથી જન્મ થશે તો હું ફરીએક વખત સૈનિક બનવાનું પસંદ કરીશ અને આપણી માતૃભૂમિ માટે યુદ્ધ મેદાનમાં લડીશ.

શક્ય હોય તો તમે લોકો તે જગ્યાને જઇને જરૂર નિહાળો, જ્યાં તમારી આવતીકાલ માટે આપણી સેનાનાં બહાદૂરોએ દુશ્મનો સામે લડ્યા છે.

જ્યાં સુધી આ યૂનિટનો પ્રશ્ન છે ત્યાં સુધી નવા આવનારાઓને અમારા આ બલિદાનની કથા સંભળાવવામાં આવશે અને મને આશા છે કે મારો ફોટો પણ 'એ કોય' કંપનીનાં મંદિરમાં કરણી માતાની સાથે રાખવામાં આવ્યો હશે.

આગળ અમારા ખભા પર જે જવાબદારી આવશે તેને અમો પૂર્ણ કરશું.

મારા આવનારા રૂપિયામાંથી કેટલોક હિસ્‍સો અનાથઆશ્રમને દાન કરજો અને રૂખસાનાને પણ દરેક મહિને 50 રૂપિયા આપજો તથા યોગી બાબાને પણ મળજો.

બેસ્‍ટ ઓફ લક ટૂ બર્ડી. આપણા બહાદૂરોનાં આ બલિદાનને ક્યારેય ભૂલતા નહીં. પપ્પા, તમોને ચોક્કસ મારા પર ગર્વ હશે અને માં પણ મારા પર ગર્વ કરશે. મામાજી, મારી બધી શરારતને માફ કરજો. હવે સમય આવી ગયો છે કે, હું પણ મારા શહીદ સાથિઓની ટૂકડીમાં સામેલ થઇ જાવ.

બેસ્‍ટ ઓફ લક ટૂ યૂ ઓલ.

રાજાની જેમ જીંદગી જીવો.


તમારો...
રોબિન (તેને ઘરમાં પ્યારથી રોબિન બોલાવવામાં આવે છે.)

સાભાર - ઉપરોક્ત લેખનાં કેટલાક સંદર્ભ કેપ્ટનવિજયંતથાપર.કોમ પરથી લેવામાં આવ્યા છે.