નવી દિલ્હી. સામાન્ય રીતે ધારણા રહે છે કે આજકાલ નોકરીઓ પર પુરૂષોની અપેક્ષાએ મહિલાઓ અને યુવતીઓએન પ્રાથમિકતા આપવામાં આવે છે પરંતુ તાજેતરમાં કરવામાં આવેલ એક સર્વેક્ષણ અનુસાર પુરૂષ સહકર્મચારીઓની તુલનામાં મહિલાઓની યોગ્યતાને જાણીજોઈને નજરઅંદાજ કરી દેવાય છે.
એસોસીયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈંડસ્ટ્રીઝ ઓફ ઈંડિયા (એસોચેમ)એ કરેલા એક સર્વેક્ષણ અનુસાર કહેવામાં આવે છે કે બધી જ જગ્યાએ મહિલાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. મહિલાઓની ઉપેક્ષા સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં એક જેવી જ છે. સર્વે અનુસાર મહાનગરોમાં નોકરી કરનારી માત્ર 3.3 ટકા મહિલાઓ જ ટોચના સ્થાને પહોચી શકે છે. જ્યારે કે યોગ્યતા અને મહેનત કરવા છતાં પણ 78.9 મહિલાઓ જૂનિયર પદો પર કામ કરવા માટે મજબુર છે.
સર્વેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 17.7 મહિલાઓ પદો પર કામ કરે છે. આ મહિલાઓ સારૂ કામ કરવા છતાં પણ પ્રગતિથી વંચિત રહી જાય છે. દેશની રોજગાર ક્ષેત્રની અંદર આવેલ ઝડપ છતાં પણ માત્ર 17 ટકા મહિલાઓએ સ્વરોજગાર પ્રત્યે રસ દાખવ્યો છે.
એસોચેમના અધ્યક્ષ વેણુગોપાલ ધૂતનાં જણાવ્યાં અનુસાર ઓફીસમાં મોડી રાત સુધી રોકાનારી, યાત્રા તેમજ બદલીઓમાં ભાગ લેવા જેવી વ્યવસ્થાઓના કારણે તેમની પ્રગતિમાં વિધ્નો આવે છે.
સર્વે વખતે મહિલાઓએ એ પણ ફરીયાદ કરી હતી કે બોસ તેમના કામોને ખાસ મહત્વ નથી આપતાં. આ સિવાય ઘણી વખતે તેઓ આ ક્ષેત્રોમાં પોતાને સહન પણ નથી કરી શકતી.
સ્વાભાવિક છે કે મહિલાઓને નોકરી સિવાય ઘરની જવાબદારી પણ સંભાળવી પડે છે. આવામાં તેમને ડબલ મહેનત લાગે છે. ફક્ત 27 ટકા મહિલાઓએ જ જણાવ્યું હતું કે તેમના પતિ તેમને જમવા બનાવવામાં, બાળકોની સંભાળ રાખવામાં મદદ કરે છે.
એસોચેમના ઉચ્ચ સ્તરની વ્યવસ્થામાં ભાગીદારી માટે રાષ્ટ્રીય નીતિ બનાવવા પર જોર આપ્યું છે.
|