નવી દિલ્હી(વાર્તા) વેલેન્ટાઈન-ડેની ગીફ્ટ સ્વરૂપે સરકારે ભારતની જનતાને પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો આપી દીધો છે. જોકે ભાવવધારાના કારણો જણાવતાં પેટ્રોલિયમ મંત્રી દેવડાએ કહ્યુ હતુ કે, વર્ષ 2006થી દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે, તે દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલના આકાશ આંબતા ભાવે પહોંચી ગઈ હતી. એક તરફ ઈંધણની કિંમતમાં વધારો થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો કરતો નથી. જેના કારણે ભારે નુકસાન વેઠવુ પડે છે. જોકે, પેટ્રોલ અને ડિઝલ બાદ કેરોસીનના ભાવમાં વધઘટ કરાઈ છે કે કેમ તે સવાલનો જવાબ તેમણે આપવાનુ ટાળ્યુ હતુ.
|