નવી દિલ્હી. ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા મધ્યપ્રદેશ સરકારની એક અરજી પર નર્મદા બચાવ આંદોલનની નેતા મેધા પાટકરને નોટિસ પાઠવવામાં આવી છે. એક આંદોલન દરમિયાન પકડાયેલી મેધા પાટકર તથા તેના સમર્થકોને ઉચ્ચ ન્યાયાલયે વળતર ચુકવવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.
રાજ્ય સરકારે મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના હુકમ સામે ઉચ્ચતમ ન્યાયાલયમાં દાદ માગી હતી. મધ્યપ્રદેશ સરકારના વકીલે મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાકૃષ્ણન અને ન્યાયમૂર્તી આર વી રવીન્દ્રનની પીઠને જણાવ્યુ હતુ કે, તે સમયે નર્મદા બચાવ આંદોલનના કાર્યકર્તાઓએ ચક્કાજામ કરી રહ્યા હતા અને જાહેર સંપત્તિઓનુ નુકસાન પહોંચાડી રહ્યા હતા. જેથી તંત્ર દ્વારા તેઓ સામે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
|