મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાદલ અને તેના પરિવાર સામે નોટિસ-SC

નવી દિલ્હી. પંજાબના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અમરિન્દ્ર સિંહએ મુખ્યપ્રધાન પ્રકાસસિંહ સામે ચાલતા ભ્રષ્ટાચારના કેસોની સુનાવણી બીજા રાજ્યમાં ચલાવવા માટે સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીના પરિણામે આજે સુપ્રિમ કોર્ટે પંજાબના મુખ્યપ્રધાન પ્રકાસસિંહ બાદલ અને તેના પરિવાર સામે ભ્રષ્ટાચાર કેસોને લઇને નોટિસ જારી કરી છે.

સર્વોચ્ચ અદાલતના મુખ્ય જજ કે જી બાલાક્રિશ્નનની ખંડપીઠે આજે પંજાબના મુખ્યપ્રધાન બાદલ અને તેના પરિવારજનો સામે નોટિસ જારી કરીને આ કેસની વધુ સુનાવણી 3જી મેંના રોજ કરવાનો હુકમ કર્યો હતો.

તદ્દ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસ અંગેની કાર્યવાહી આગળ ચાલુ રાખવામાં આવશે. અંત્રઉલ્લેખનિે, પંજાબમાં અમરિન્દ્ર સિંહ મુખ્યપ્રધાન પદ પર હતા ત્યારે બાદલ અને તેના પરિવારજનો સામે ભ્રષ્ટાચારના અનેક કેસો દાખલ થયા હતાં.
ઘણું બધુ
અમિતાભની ઠેકડી કરનારા પોસ્ટર
ક્રેઝી4 નાં બે ગીતો પર નકલનો આરોપ
ઓબીસી માટે 27 ટકા અનામતની જોગવાઈ
આગમાં લગભગ 200 ઘર રાખ થયા
હેમાની આમચી મુંબઇના પ્રશ્ન પર ચુપકી
વાઘે યુવકનો શિકાર કર્યો