નવી દિલ્હી. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. અબુમણી રામદૌસે આજે જણાવ્યું હતું કે, 27 % ઓબીસી અનામતને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સ(AIIMS)માં આગામી શૈક્ષણિક સત્રથી એટલે કે આજ વર્ષે જુન-જુલાઇથી જ લાગુ કરી દેવામાં આવશે.
ગઇકાલ તા. 10મી એપ્રિલે સુપ્રિમ કોર્ટ મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમા ક્રિમીલેયર સિવાયની ઓબીસી અનામત લાગુ કરી શકાય. જેના પગલે ડો. અબુમણી રામદૌસે આજે એક સ્વાસ્થ્ય સમારોહ (HEAL)માં જણાવ્યું હતું કે, એઈમ્સમાં ઓબીસી કોટા આ વર્ષથી જ ચાલુ કરી દેવાશે.
|