ફરીદાબાદ. પલવલ નજીકના ફુલવારી ગામે એક દસ વર્ષીય વિધાર્થીએ રહસ્યમય સંજોગોમાં પિસ્તોલની ગોળી મારી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ધોરણ-4માં અભ્યાસ કરતો કૃષ્ણ પોતાના ઘરે એકલો હતો. તે સમયે તેણે પિસ્તોલનુ ટ્રીગર દબાવીને પોતાને ગોળી મારી દીધી હતી.
આ બનાવની જાણ થતાં જ પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેને ગંભીર રીતે ઈજા પામેલા વિધાર્થીને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા. જ્યાં તબિબોએ તેને મૃત ઘોષીત કર્યો હતો.
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે વિધાર્થીના આપઘાતનુ કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આપઘાત માટે ઉપયોગમાં આવેલી પિસ્તોલ કોની છે તે પણ હજી સુધી જાણી શકાયુ નથી. અલબત્ત આ રહસ્યમય બનાવ અંગે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
|