સોનીપત. ગોહાના અને ગનૌર ગામોમાં લાગેલી આગના કારણે દસ એકર જમીન પર ઉભો પાક ભસ્મીભૂત થઈ જતાં ખેડુતોને ભારે નુકસાન વેઠવુ પડ્યુ હતુ.
અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ગૌહાના અને ગનૌરના ખેતરોમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે સોનીપત ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર લઈને દોડી ગયા હતા.
પરંતુ આગની લપટોમાં આવી ગયેલી દસ એકર જમીન પરનો ઉભો પાક સળગી ગયો હતો. જેને કારણે ખેડુતોને ભારે નુકસાન પહોંચ્યુ હતુ. જેને કારણે ખેડુતોએ રાજ્ય સરકાર પાસે વળતરની માગણી કરી હતી.
|