મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદી હુમલાની આશંકાએ લોખંડી બંદોબસ્ત

સહારનપુર. ઉત્તરપ્રદેશના સહારનપુર સહિત પાંચ રેલ્વે સ્ટેશનો ઉડાડી દેવાની લશ્કરે તૈયબાની ધમકીના કારણે સતર્ક થયેલા ગુપ્તચર વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસ અને સુરક્ષાદળો દ્વારા તમામ રેલ્વે સ્ટેશનો નજીકની હોટલો તથા ગેસ્ટ હાઉસો પર આકસ્મીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ટીમે હોટલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસોમાં રોકાયેલા લોકોની પુછતાછ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલના રોજ પાંચ રેલ્વે સ્ટેશન ઉડાડવાની ધમકી સાથેનો પત્ર મળ્યો હતો. જેને જોતાં પાંચેય રેલ્વે સ્ટેશન પર કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા ગુપ્તચર વિભાગ પણ સતર્ક થઈ ગયુ છે.
ઘણું બધુ
આગના કારણે દસ એકર જમીનનો પાક ખાક
ચોથા ધોરણના વિધાર્થીનો આપઘાત
AIIMSમાં ઓબીસી કોટા આ વર્ષથી-રામદૌસ
બાદલ અને તેના પરિવાર સામે નોટિસ-SC
અમિતાભની ઠેકડી કરનારા પોસ્ટર
ક્રેઝી4 નાં બે ગીતો પર નકલનો આરોપ