મુંબઈ. મુંબઈમાં 1993માં થયેલા બોંબ વિસ્ફોટમાં સંડોવાયેલા એક આરોપીનુ બિમારીના કારણે મોત નીપજ્યુ હતુ. સોમનાથ થાપા નામના આ આરોપીને વિશેષ તાડા અદાલતના ન્યાયાધીશ પ્રમોદ કોડેએ આજીવન કેદની સજા ફટકારી હતી.
સજા પામેલા સોમનાથ થાપાને ફેફસાનુ કેન્સર થયુ હતુ. જેને કારણે તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. લાંબી બિમારી બાદ આજે તેનુ મોત નીપજ્યું હતુ.
|