ભોપાલ. મધ્યપ્રદેશ રાજ્યમાં ખેતર તળાવ યોજના અંતર્ગત પાછલા બે વર્ષમાં કુલ 13,592 તળાવોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. આ યોજના પાર પાડવા માટે લગભગ 25 કરોડની આસપાસ ખર્ચ થયો છે.
રાજ્ય દ્વારા ખેડુતોના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી ખેતર તળાવ યોજનામાં વર્ષ 2006-07 દરમિયાન લગભગ 13 કરોડ રૂપિયાના ખર્ચે 5824 તળાવો બનાવવામાં આવ્યા હતા.
જ્યારે વર્ષ 2007-08 દરમિયાન 11.80 કરોડના ખર્ચે કુલ 7768 તળાવો બનાવવામાં આવ્યા છે. યોજના મુજબ ધરતીપુત્રો માટે વધુમાં વધુ 32,700 રૂપિયાના ખર્ચે તળાવ બનાવવામાં આવે તો તેની પચાસ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
|