મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઠગ દંપતીએ સૈનિકોને લુંટી લીધા

નાસિક. ગુવાહાટી-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં ઠગ દંપતિએ ત્રણ લશ્કરી જવાનને ઘેનયુક્ત પદાર્થ મીશ્રીત મીઠાઈ ખવરાવી બેહોશ કરી દીધા હતા અને તેઓનો સામાન, રોકડ રકમ મળી હજારોની મતાની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રેલ્વે પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, લશ્કરના ત્રણ જવાનો અનીલ દસાંગ, દત્તા ભંબારે અને રવિન્દ્ર શેલ્કે સિલીગુડીથી ગુવાહાટી-દાદર એક્સપ્રેસમાં બેઠા હતા. તેમની સાથે મુસાફરી કરી રહેલા દંપતિએ થોડા સમય સુધી વાતચીત કરીને મીત્રતા કેળવી લીધી હતી.

થોડા સમય બાદ પતિ-પત્નીએ થેલામાંથી મીઠાઈ કાઢી હતી અને ત્રણે જવાનોને ખવરાવી હતી. આ મીઠાઈ ખાધાના થોડા સમય બાદ ત્રણે સૈનિકો બેહોશ બની ગયા હતા. જેથી તકનો લાભ લઈને દંપતિએ તેમના ખીસામાંથી રોકડ રકમ, સામાન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ચોરી લીધી હતી. આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો દાખલ કરી ઠગ દંપતિની શોધખોળ શરૂ કરી છે.
ઘણું બધુ
ભોપાલ ગેસ દુર્ઘટનાના પિડીતો માટે પ્રદર્શન
સિમીના નામે નિર્દોષ યુવાનોને રંજાડતી પોલીસ
કોંગ્રેસ અગ્રણી પર અજ્ઞાત શખ્સોનો હુમલો
બે વર્ષમાં મધ્યપ્રદેશમાં 13,592 તળાવો બન્યા
સગીર કન્યા પર ત્રણ પોલીસકર્મીનો બળાત્કાર
અમિતાભને મહારાષ્ટ્ર છોડવા નહોતુ કહ્યુ - રાજ