ઈમ્ફાલ. મણીપુરના પોટ્સાંગબામ ગામ પાસે સુરક્ષાદળો સાથે થયેલી મુઠભેડમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી કાંગલેઈપાકના બે ઉગ્રવાદીઓ ઠાર મરાયા હતા. જ્યારે આસામ રાઈફલ્સનો એક જવાન પણ ઘાયલ થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા જવાનોએ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેથી સુરક્ષા જવાનો અને યુવકો વચ્ચે ભીષણ જંગ છેડાઈ હતી.
જેમાં બંને યુવકોના મોત નીપજ્યાં હતા. મૃતકો પાસેથી એક એમ-20 પિસ્તોલ, એક 9 એમએમ પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા યુવકો પાસેથી મળેલા મોબાઈલ ફોન અને વાંધાજનક સાહિત્યને જોતાં તેઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી કાંગલેઈપાકના સદસ્યો હોવાનુ તારણ નીકળ્યુ હતુ.
|