મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમિતાભના પક્ષમાં આવ્યા ગોવિંદા
ભાષા
IFMIFM

મુંબઈ. ઉત્તર ભારતીયોની વિરુધ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉગ્ર વિરોધને રાજનીતિક સ્ટંટ જણાવતાં બોલીવુડના એભિનેતા અને કોંગ્રેસ સાંસદ ગોવિંદાએ જણાવ્યું કે મહાનાયક અમિતાભ બચ્ચનને આ ખરાબ રાજનીતિની અંદર ખેંચશો નહિ.

ગોવિંદાએ પત્રકારોને કહ્યું હતું કે અમિતાભ બચ્ચન, લતા મંગેશકર અને દિલીપ કુમાર જેવા મહાન લોકો અને ભારતીય છે. તેમને રાજનીતિની અંદર ન ઘસેડવામાં આવે તો તે વધું સારૂ રહેશે.

ગોવિંદાને લાગે છે કે બીગ બી થોડાક દળોના નિશાના પર છે કેમકે તેઓ એક ખાસ રાજનીતિક દળની નજીક છે. ગોવિંદાએ જો કે એવું પણ જણાવ્યું હતું કે રાજ ઠાકરેને પણ પોતાના વિચાર રજુ કરવાનો અધિકાર છે.

ગોવિંદાનું માનવું છે કે, બિગ બી ઘણી રાજકીય પાર્ટીઓના નિશાના પર એટલા માટે છે કે, તેઓ પોતે એક ખાસ રાજકીય પાર્ટીની નજીક છે. ગોવિંદાએ હાલમાં એમ પણ જણાવ્યું કે, રાજ ઠાકરેને એમનો વિચાર રાખવાનો અધિકાર છે. રાજની વાત સાંભળવામાં કોઇ ખરાબી નથી, પરંતુ કોઇ વ્યક્તિ એમના વિચારોને કોઇના પર ઠોકી ના શકે. આખો દેશ એક જ છે. આપણે કોઇપણ કિંમતમાં એક-બીજાથી અલગ ના થઇ શકીએ.
ઘણું બધુ
જમ્મુમાંથી વિસ્ફોટકોનો જથ્થો મળ્યો
મૈત્રી એક્સપ્રેસનો શિવસેના દ્વારા વિરોધ
લશ્કરે તૈયબાના બે આતંકવાદી ઝડપાયા
ઈન્દોરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ
ચિનાબ નદીમાં ડુબી ગયેલા વિધાર્થીનુ મોત
23મીએ સરબજીતનુ પરિવાર પાક. જશે