નવી દિલ્હી. નવી દિલ્હી ખાતેની લોકલ સેસંસ કોર્ટે આજે રૂ. 40ની લૂંટ કરીને કેંટીન મજૂરની હત્યા કરવાનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીઓને દોષી જાહેર કરીને 7-7 વર્ષની સખ્ત સજા ફટકારી હતી. આજ થી બે વર્ષ પહેલા દક્ષિણ દિલ્હી કેંટીન વર્કરના વોલેટને આંચકીને લૂંટ કરીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કરનાર દિલ્હીના રહેવાસી સુમિત, અરૂન અને અનિલ નામના ત્રણેય શખ્સને એડિશંલ સેસંસ જજ એસ કે સરવારિયાએ દોષી જાહેર કર્યા હતા.
આ ત્રણેય આરોપીઓને હત્યાનો પ્રયાસ અને લૂંટ કરવાના આરોપસર જજે તેઓને દોષી જાહેર કરીને ત્રણેયને 7 વર્ષની સજા તો ફટકારી તેની સાથે ત્રણેયને રૂ. 200નો દંડ પણ ફટકાર્યો હતો.
અંત્રે નોંધનિય છે કે, 31મી ઓક્ટોબર, 2006ના રોજ દ.દિલ્હીમાં સરાઇ કાલે ખાન પાસે આવેલી કેંટીનમાં મજૂરી કામ કરતા મોહ્મદ દૌડને આ ત્રણેય આરોપીઓએ રાત્રીના સમયે રોકીને તેનું વોલેટ મારીને ચપ્પુના ઘા મારીને નાસી ગયા હતા. તેમાં દૌડ બચી તો ગયા પણ તેઓના રૂ. 40 લૂંટાઇ ગયા હતા.
|