શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેએ ભારતીય જનતા પક્ષનાં વિક્ષુબ્ધ નેતા ગોપીનાથ મુંડેને સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું હતું કે, જરૂર પડશે તો આ મુદ્દે તેઓ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે વાતચીત કરશે.
શિવસેનાનાં ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંડેએ વીતી રાત્રે શિવસેના પ્રમુખ સાથે મુલાકાત કરી પોતાનાં રાજીનામાં કારણો વિસ્તારથી જણાવ્યા હતાં. જેનાં પર ઠાકરેએ તેમને સંયમ જાળવવાની સલાહ આપી તથા આશ્વાસન આપ્યું કે જો જરૂર પડશે તો તેઓ અડવાણી સાથે પણ વાતચીત કરશે.
શિવસેના પ્રમુખ સાથે મુંડીની વાતચીત દરમિયાન ભાજપનાં દિવંગત નેતા પ્રમોદ મહાજનનાં પુત્ર અને મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ યુવાન મોર્ચાની મહાસચિવ પુનમ મહાજન પણ હાજર હતી.
આ પહેલા મુંડેએ શેતકારી કામગાર પક્ષનાં ધારાસભ્ય જયંત પાટિલનાં નિવાસ સ્થાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા છગન ભુજબળ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગને અનામતને લઈને હતી.
|