અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ) નાં રેઝીડેંટ્સ ડોક્ટરોએ ચિમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ઓબીસી અનામતમાં લાભ પ્રાપ્ત કરવા મામલે સૂચીની સમીક્ષા નહીં કરે તો તેઓ આંદોલન પર ઉતરશે.
ડોક્ટરોની સામાન્ય સભા બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર ઓબીસી અનામત મામલે હજું પણ 1931 ની વસ્તીગણતરીનો ઉપયોગ કરી રહી છે જે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય વિરૂદ્ધ છે. કારણ કે, અદાલતે અનામત તાજી વસ્તીગણતરીનાં આંકડાનાં આધારે અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે.
|