પટના. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ઉત્તર બિહાર ખાસ કરીને મુજફ્ફરપુર જિલ્લામાં વૈશ્યાવૃતિના ધંધા સાથે જોડાયેલી મહિલાઓના પુનર્વાસ માટે રાજયના કલ્યાણ, આરોગ્ય અને માનવ સંસાધન વિભાગના સચિવોને એક નકર પ્રસ્તાવ બનાવવાનો નિર્દેશ કર્યો છે.
રાજધાની પટનામાં મુખ્યમંત્રીના સરકારી આવાસ એક અણે માર્ગ પર આયોજિત 'જનતા દરબાર'માં એમની મુશ્કેલીઓ લઇને નીતીશ કુમારને મળવા આવેલી વૈશ્યાવૃતિ સાથે જોડાયેલી મહિલાઓની દુઃખ ભરેલી વ્યથા સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ આ આદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ રાજયના કલ્યાણ, આરોગ્ય અને માનવ સંસાધન વિભાગના સચિવોને નિર્દેશ આપ્યો કે મુજફ્ફરપુરના ચતુર્ભુજ સ્થાન સહિત રાજ્યના અન્ય લાલ બત્તી વિસ્તારોની સ્થિતિમાં કેવીરીતે સુધાર આવે અને ત્યાંની મહિલાઓને કેવીરીતે પુનર્વાસ મળે, આ સંબંધમાં એક નકર પ્રસ્તાવ તૈયાર કરે.
આ મહિલાઓની મુખ્ય મુશ્કેલીઓ એ હતી કે, તાજેતરમાં તેઓની સાથે મારી-મારી થઇ હતી અને તેઓને ઘરમાંથી કાઢી મુકીને તેઓના ઘરોને સળગાવી નાખવામાં આવ્યા હતાં. આ સંબંધમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસ આ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને સચિવો દ્વારા મળનાર પ્રસ્તાવથી આ પિડિત મહિલાઓના પુનર્વાસના પેકેજની ઘોષણા કરવામાં આવશે.
|