મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કર્ણાટકના 12 શહેરોના નામ બદલાશે ?

નવી દિલ્હી. કર્નાટકના 12 શહેરોના નામ બદલવાનો એક પ્રસ્તાવ કેન્દ્રની પાસે પડતર છે. એમાં બેંગ્લોરનું નામ બદલીને બૈંગલુરૂ અને મૈસૂરનું નામ મેંસૂર કરવાનો પ્રસ્તાવ પણ છે.

ગૃહ રાજય મંત્રી ડો. શકીલ અહમદે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ પર સંબંધીત મંત્રાલયો પાસેથી સલાહ લીધા બાદ જ અંતિમ નિર્ણય લઇ શકાશે.

આ શહેરોના વર્તમાન નામ અને પ્રસ્તાવમાં રજુ થયેલા નામ છે..
બેંગ્લોર - બેંગલુરૂ, મેંગલોર - મેંગલુર, બૈલારી - બલારી, બીજાપુર - વિજયપુરા અથવા વિજાપુરા, વેલગામ - બોલાજાવી, ચિકમગલુર - ચિક્કમગલુર, ગુલબર્ગ - કાલાબુરગી, મૈસૂર - મેંસૂર, હોસપેટ - હોસાપેટે, શિમોંગા - શિવામેંગા, હુબલી - હુબ્બલ્લી, તુમકુર - તુમાકુર.
ઘણું બધુ
પાગલ પુત્રએ માં બાપની હત્યા કરી
વૈશ્યાવૃતિની ધંધાર્થી મહિલાઓનો પુનર્વાસ
લેફ્ટનેન્ટ જનરલ કટોચની બદલી
એમ્સનાં ડોક્ટરોની આંદોલનની ચિમકી
મુંડે સંયમ રાખે : ઠાકરે
દસ કરોડ સહિત બે રાયફલ જપ્ત