મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લોકસભામાં પર્યાવરણ રક્ષાનો સંકલ્પ

વિશ્વ પૃથ્વી દિવસનાં પ્રસંગે આજે લોકસભાએ સુરક્ષિત અને પ્રદૂષણ રહિત પર્યાવરણ સુનિશ્ચિત કરવાનો સંકલ્પ પુનરાવર્તીત કર્યો હતો.

સદનની બેઠક શરૂ થયા બાદ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ કહ્યું હતું કે, વિશ્વમાં 22 એપ્રિલનો દિવસ સારા પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા અને તેનાં માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે પૃથ્વી દિવસનાં રૂપમાં ઉજવવામાં આવે છે. માનવ જાતિ પર્યાવરણનાં સંકટનો સામનો કરી રહી છે તે એક નક્કર સત્ય છે.

ચેટર્જીએ કહ્યું હતું કે, આ પ્રસંગે અમે સુરક્ષિત પ્રદૂષણ રહિત તથા સ્વાસ્થ્યપ્રદ પર્યાવરણ સુનિશ્ચિત કરવા અને ભાવી પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળુ વિશ્વ બનાવવાનો સંકલ્પ પુનરાવર્તીત કરીએ છીએ.
ઘણું બધુ
કર્નાટકના 12 શહેરોના નામ બદલાશે ?
પાગલ પુત્રએ માં બાપની હત્યા કરી
વૈશ્યાવૃતિની ધંધાર્થી મહિલાઓનો પુનર્વાસ
લેફ્ટનેન્ટ જનરલ કટોચની બદલી
એમ્સનાં ડોક્ટરોની આંદોલનની ચિમકી
મુંડે સંયમ રાખે : ઠાકરે