નવી દિલ્હી. પ્રતિબંધીત સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડીયાના લશ્કરે તૈયબા સહિત અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે, તેવુ અંતે સરકારે પણ માન્યુ હતુ. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી પ્રકાશ જયસ્વાલે લોકસભામાં માહિતી આપી હતી કે, સિમીના લશ્કરે તૈયબા સાથે સંબંધ છે તેવુ અનેક મામલાની તલસ્પર્શી તપાસ બાદ બહાર આવ્યુ હતુ.
તેમણે જણાવ્યુ હતુ કે, હાલના વર્ષોમાં સિમીના સૌથી વધુ કાર્યકર્તા મધ્યપ્રદેશમાંથી પકડાયા છે. મધ્યપ્રદેશમાં વર્ષ 2006માં 73, વર્ષ 2007માં 1 અને વર્ષ 2008માં 54 સિમી કાર્યકર્તાઓ પકડાયા હતા. પકડાયેલા કાર્યકર્તાઓ પાસેથી વાંધાજનક દસ્તાવેજો, હથિયારો, દારૂગોળો, જિલેટીન સ્ટીક્સ, મોબાઈલ, રોકડ રકમ તથા કોમ્પ્યુટર કબજે કરાયા હતા. 2006માં ગુજરાતમાંથી 14 સિમી કાર્યકર્તાઓ ઝડપાયા હતા. જ્યારે કેરલમાંથી પાંચ અને મહારાષ્ટ્રમાંથી 24 કાર્યકર્તાઓ પકડાયા હતા.
|